<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

વાંકાનેરની મુલાકાતે કર્ણાટકના મંત્રી

 

 વાંકાનેરઃ કર્ણાટક સરકારના મ્‍યુનિસીપલ અને હજ મંત્રી શ્રી રહીમખાને વાંકાનેર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય મહંમદજાવિદ પીરઝાદાના અતિથી વિશેષ તરીકે શુભેચ્‍છા મુલાકાતે પહોંચતા રહીમખાનનું અદકેરૂ સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. આ તકે પૂર્વ ધારાસભ્‍ય જાવિદભાઇ પીરઝાદા પરિવાર સાથે લંચ ડીનર પણ લીધેલ હતું. તેમજ રહીમખાનને સત્‍કારવા પીરઝાદા પરિવારના ઇરફાનભાઇ પીરઝાદા તથા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ડીરેકટર અને એડવોકેટ શકિલભાઇ પીરઝાદા, એ.પી.એમ.સી.ના વર્તમાન પ્રમુખ ગુલામભાઇ પરાસરા, ડો. રૂકમુદીન માથકીયા, આલીદભાઇ ગઢવારા, મહંમદભાઇ રાઠોડ સહીત બહોળી સંખ્‍યામાં કોંગ્રેસ અગ્રણીઓ-આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્‍થીત રહયા હતા. આ શુભેચ્‍છા મુલાકાતથી રહીમખાને ઉપસ્‍થીત પીરઝાદા પરિવારની લાગણીથી ખુશી વ્‍યકત કરી હતી.(તસ્‍વીર-અહેવાલઃ મહમદ રાઠોડ, લીતેશ ચંદારાણા-વાંકાનેર)

(11:32 AM IST)