<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

વિશાલ માંડવીયા(કોળી)ને પિસ્‍તોલ તથા જીવતા-૩ કાર્ટીસ સાથે દબોચી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચ

જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : એક આરોપીની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવળતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્‍હાઓ બનતા અટકવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય. જે અન્‍વયે જીલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવળત્તિ શોધી કાઢવા અને શરીર-સંબધી ગુન્‍હાઓ બનતા અટકાવવા ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના પોલીસ ઇન્‍સપેકટર શ્રી કળણાલ એમ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટાફ સતત પ્રયત્‍નશીલ હોય. દરમ્‍યાન ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ હેઙ.કોન્‍સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા પોલીસ કોન્‍સ. દિપકભાઇ બડવા ને ખાનગીરાહે સંયુકતમાં ચોક્ક્‌સ બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ, જવાહર રોડ, શ્‍યામ ઓમ એપાર્ટમેન્‍ટમાં રહેતો વિશાલ કિશોરભાઇ માંડવીયા કે જેણે પોપટી તથા લીલા કલરનો ચેકસવાળો અડધી બાંયનો શર્ટ તથા બ્‍લુ કલરનુ જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે. જે ઇસમ પોતાના કબ્‍જામાં ગે.કા હથીયાર રાખી કોઇ શરીર સબંધિ ગુનો કરવાના ઇરાદે જુનાગઢ, જવાહર રોડ પર પ્‍યાસા પાનની સામેની ગલીમાં ઉભેલ છે. જે ચોક્ક્‌સ બાતમી આધારે સદર બાતમી હકિકતવાળી જગ્‍યાએ તપાસ કરતા હકિકત વાળો ઇસમ મળી આવતા તેની અંગજડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્‍તોલ નંગ-૧ (મેગજીન વાળી) તથા જીવતા કાર્ટીસ નંગ-૩ મળી આવતા ધોરણસર અટકાયત કરી જૂનાગઢ શહેર ઙ્કએઙ્ઘ ડીવીઝન પો.સ્‍ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૦૯૫૯/૨૦૨૫ હથિયારધારા કલમ ૨૫(૧)બી, એ, ૨૯ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરવામાં આવેલ છે.

 પોલીસે વિશાલ કિશોરભાઇ માંડવીયા, કોળી, ઉ.વ. ૨૮, ધંધો. વેપાર રહે. જૂનાગઢ, જવાહર રોડ, શ્‍યામ ઓમ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૩૦૨ ની ધરપકડ કરી છે જ્‍યારે  ઘનશ્‍યામ ગોપાલભાઇ હિંડોચા રહે. જુનાગઢ, વણઝારી ચોકની શોધખોળ હાથ ધરી છે. આરોપી પાસેથી  દેશી હાથ બનાવટનો પિસ્‍તોલ (મેગ્‍ઝનવાળી) નંગ-૧ કિ.રૂા.૨૫,૦૦૦/- જીવતાં કાર્ટીસ નંગ-૩ કિ.રૂા.૩૦૦/-મળી કુલ કિ.રૂ.૨૫,૩૦૦ મુદ્દામાલ જપ્ત કરેલ છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કળણાલ એમ.પટેલ તથા ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.સબ.ઇન્‍સ. ડી.કે.ઝાલા,  ડી.કે.સરવૈયા,  પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ સામતભાઇ બારીયા તથા પો.હેડ.કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા વિગેરેએ કરેલ છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:46 AM IST)