<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

વાર્તાનું મનોવિજ્ઞાનઃ બાળકોની અભિયવ્‍યકિત અને સંવાદ ક્ષમતાનો વિકાસ

રાત્રે પપ્‍પા કે દાદા દાદી દ્વારા બાળકોને વાર્તા સંભળાવીને સુવડાવાની ટેવ હોય છે જોકે હવે ના સમયમાં તો પપ્‍પા મોબાઈલ લઈને અને દાદા દાદી ટીવી જોવામાં વ્‍યસ્‍ત જોવા મળે છે ત્‍યારે બાળકોને સાચી વાર્તાઓને ખોટ વર્તાય છે પહેલાના સમયમાં તો બાળકોને મીઠી નીંદર આવે એટલા માટે ઘરના વડીલો બાળકોને વાર્તાઓ સંભળાવતા અને એ વાર્તા સાંભળીને સુતેલા બાળકો સવારે જાગતા જ આનંદમય જોવા મળતા આજના સમય ની તો વાત જુદી જ છે

પોરબંદરઃ  તા. ૨૪: વાર્તા બાલ્‍યાવસ્‍થામાં માનસિક વિકાસ માટે મહત્‍વનું પગથીયુ પૂરું પાડે છે બાળપણમાં સાંભળી વાર્તાઓ એ માનવીઓ કયારેય ભૂલતા નથી એ કદાચ મોટા પણ થઈ જાય તો પણ બાળપણમાં સાંભળેલી વાર્તાઓને કયારેય ભૂલતા નથી જેમ કે ઘણાના ઘરોમાં  બાળકો ઊઠીને મોબાઈલ જોતા જોવા મળે છે ખરેખર તો આ બાબતે વધારે પ્રકાશ પાડવાની જરૂર છે એટલે શું વાર્તાઓનું મનોવિજ્ઞાન એવું છે વ્‍યક્‍તિના વ્‍યક્‍તિગત વિકાસ અર્થે વાર્તા નું અનેરૂ મહત્‍વ છે ઉદાહરણ તરીકે એક વાર્તા લઈએ કેમકે શીર્ષક જ વાર્તા છે એક ગામડું ગામ હતું એ ગામમાં એક વયો વળદ્ધ મા અને તેમનો ૧૧ વર્ષનો બાળક રહે છે એ બાળક પોતાની માતાને મદદરૂપ થવા અર્થે ગામડાઓમાં વનવગડાના જય ને ઢોરઢાખર ચરાવી ને સાંજ પડે બળતણ લઈને ઘરે પાછો ફરતો આ પ્રમાણ મુજબનો તેમનું દૈનિક કાર્ય હતું મા તેમના માટે ભોજન અર્થે શિરામણ માટે માત્ર રોટલો જ બનાવતી ખૂબ જ ગરીબ હોવાથી પોતાના બાળકને મહેનત મજૂરી કરીને પણ વ્‍યવહાર સાચવતા.

 એક સમયની વાત છે બાળક દરરોજની જેમ ઢોર ચાર્યા પછી રોટલો ખાવા બેસતો હતો ત્‍યાં જ એક દેખાવમાં ક્રૂર દેખાતો માણસ એમની પાસે આવ્‍યો અને બોલ્‍યો અલ્‍યા હું ખૂબ જ ભૂખ્‍યો છું તું મને કંઈ ખવડાવીશ તો પહેલા એ કહ્યું હા એક રોટલો મારી મા એ આપ્‍યો છે હું અડધો ખાઈશ અને અડધો તમને ખવડાવી ત્‍યારબાદ એ રોટલો ખાય અને એ માણસ પાછો ફર્યો એવામાં બીજે દિવસે પણ એ જ માણસ પોતાની સાથે બીજા એક માણસને લાવ્‍યો એ પણ દેખાવે ખૂબ જ ક્રૂર હતો એમને પણ પાછું ખાવાનું માંગ્‍યુ પેલા છોકરાએ કહ્યું હા તમને રોટલો ખૂબ ભાવ્‍યો લાગે છે વાંધો નહીં આપણે ત્રણેય ખાઈ લઈશું ત્રીજે દિવસે પણ એ જ માણસ પોતાની સાથે બીજા બે માણસને લાવ્‍યો છોકરાએ દરરોજની પ્રતિક્રિયા મુજબ એમણે એક રોટલાના ચાર ભાગ કરી અને ખવડાવ્‍યા કે દિવસે પણ એ માણસ આવ્‍યો અને એમની સાથે બીજા ત્રણ માણસને લાવ્‍યો બાળકે દરરોજની છે તેમને રોટલાના ચાર બટાકા કરીએ તેઓને ખવડાવ્‍યા અને ત્‍યારબાદ પોતે ભૂખ્‍યો રહ્યો એમણે છોકરાને ખૂબ જ પ્રસન્નતા કરી અને કહ્યું કે દીકરા તે ખુદ ભૂખ્‍યો રહીને અમને જમાડ્‍યા છે અમે તારા આભારી છીએ

ત્‍યારબાદ છોકરાએ કહ્યું કે તમે કાલે પાછા આવવાના છો તો મને તમે કહી દો તો હું તમારા માટે પણ રોટલો લેતો આવું આજે તો હું ભૂખ્‍યો રહ્યો છું બાદ સાચી હકીકત એમણે કહી જણાવી. વાત જાણે એમ છે કે અમે તને લેવા જ આવ્‍યા હતા અમે તો યમ ના દૂત છીએ અમે તો તારો જીવ લેવા માટે આવ્‍યા હતા પણ તમે અમને જમાડીને અમારા ઉપર ઉપકાર કર્યો છે માટે જ તારું આયુષ્‍ય વધ્‍યું છે અમે તને ૧૧ વર્ષ પછી પાછા લેવા આવીશું આવી જ રીતે આમાં સમય વીતી ગયો અને ત્‍યારબાદ ૧૧ વર્ષ બાદ એ છોકરાના લગ્ન થયા અને લગ્નના પહેલા જ દિવસે એ યમ ના દુતો આવીને ઊભા રહ્યા છોકરાને લઈ જવા માટે પરંતુ બન્‍યું જાણે એવું કે એમના પુણ્‍યને કારણે યમ ના દૂતો છોકરાને મારી શકયા નહીં માટે કહેવાયું છે ને કે ભલાઈ ત્‍યારે વ્‍યર્થ જતી નથી.

 કોઈને ખવડાવેલું ત્‍યારે ખોટું સાબિત થતું નથી માટે જ હંમેશા બીજાને મદદ કરો અને મદદગાર થવું આજ સૌથી મોટો માનવતાનો ધર્મ છે આ વાર્તા આધારિત આપને આ શીખ મળે છે વાર્તા નું મનોવિજ્ઞાન હોવાથી વાર્તા એ આપણા જીવનમાં કેટલું મહત્‍વ ધરાવે છે એ આપણે સૌ જાણી શકીએ માત્ર વાર્તા કહેવાનો હેતુ આજ હતો જો નાનપણમાંથી બાળકોને સંસ્‍કાર સારા આપ્‍યા હશે તો જ એ ભવિષ્‍યમાં સૌની સાથે સાથ, સહકાર અને સહાનુભૂતિથી રહી શકશે.

વાર્તા એ માનવ મન કે આત્‍માનો જ અભ્‍યાસ નહીં પરંતુ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્‍યાસ પણ છે વાર્તા એ વ્‍યક્‍તિ માં તર્કશક્‍તિ, નિર્માણની શક્‍તિ વિકસાવે છે બૌદ્ધિક વિકાસ ની પરિભાષા આપતા જીન પિયાજે પણ વ્‍યક્‍તિના જીવનમાં વાર્તા ના મહત્‍વની સ્‍વીકારે છે પોતાના પ્રયોગોમાં પણ માનવ જીવન સાથે જોડાયેલી વાર્તા નું મહત્‍વ વર્ણવે છે વાર્તા દ્વારા બાળકનો સામાજિક વિકાસ થાય છે તમારી સાથે જોડાયેલા નિયમો વ્‍યવહાર અને સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉપયોગ કરી આગળ વધવાના પ્રયત્‍નો કરે છે જેને કારણે બાળકમાં સામાજિકતા નો વિકાસ થાય છે વાર્તા એ વ્‍યક્‍તિના માનસ પટને વ્‍યાપક અને વિસ્‍તળત બનાવે છે વાર્તા સાથે જોડાયેલા પાત્રો માં વ્‍યક્‍તિ ભાવનાત્‍મક રીતે જોડાય છે સુખ દુઃખ પ્રસન્નતા સાથે જોડાયેલા ભાવનાત્‍મક બંધનમાં બંધાઈ પોતાના જીવનમાં પણ યોગ્‍ય સમાયોજન સાધવામાં વાર્તાઓનો અમૂલ્‍ય ફાળો છે આવી રીતે ભાવનાત્‍મક વિકાસમાં પણ ખૂબ જ જરૂરી છે લાગણીઓ એ કોઈ રમત નથી પરંતુ એક આવેગમય જોડાણ છે એ વાતને સમજતો થઈ જાય છે - વાર્તા સાંભળવાથી અભિવ્‍યક્‍તિ અને સંવાદ ક્ષમતાનો વિકાસ થાય છે. - વાર્તા દ્વારા અંતર મનની અંદર રહેલા સંદેશાઓને દ્વારા વિચાર વિઘ્‍ન નિવારણ કરે છે. -સકારાત્‍મક અભિગમ અપનાવવામાં વાર્તાઓની ખૂબ જ મહત્‍વ રહેલું છે. વાર્તા શિક્ષણ ક્ષેત્રે બાળકોમાં અભ્‍યાસને રસપ્રદ અને જીવંત બનાવે છે પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ સાથે જોડાયેલી વાર્તાઓ બાળકોમાં તેમજ વિદ્યાર્થીઓને સાહિત્‍ય ઇતિહાસ વિજ્ઞાન સાથે જોડાયેલા કથાનો સવિસ્‍તાર માહિતી આપે છે વાર્તા સાથે જોડાયેલા પાત્રો વિશેષ રૂપે સમજૂતી આપે છે શિક્ષણમાં માનવતા અને શ્રદ્ધાનો વિકાસ કરવામાં અમૂલ્‍ય ફાળો વાર્તાનો છે વાર્તા એ કોને ન ગમે બધાને ગમે પછી એ બાળક હોય કે વળદ્ધ (૩.૫)

 ડો.મનિષા લાખાણી

પોરબંદર ફેમીલી કોર્ટના કાઉન્‍સીલર

(12:18 PM IST)