<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

જામનગરમાં નવરાત્રીમાં પોલીસ બંદોબસ્‍ત

જામનગર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓએ તથા જામનગર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની (IPS) નાઓની અધ્‍યક્ષતા હેઠળ  નવરાત્રી તહેવાર અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જાળવવા અંગે માઉન્‍ટેન્‍ડ યુનિટ, મહિલા ‘‘SHE TEAM'' અને જામનગર જિલ્લા પોલીસ દ્વારા લોકોમાં જન જાગળતિ માટે ગરબા સ્‍થળે પોલીસ હેલ્‍પ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ, નશામુક્‍તિ અંગે, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા જેવા વિવિધ વિષયો અંગેના ગરબા સ્‍થળે પોસ્‍ટર/બેનરો તથા વિડીયો પ્રસારિત કરવામાં આવેલ હતા. (તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર) 

(12:50 PM IST)