<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

જામનગરમાં પટેલ યુવક ગરબી મંડળમાં માઁ નવદુર્ગાની આરાધના સાથે ધગધગતા આગના અંગારા પર ખુલ્લા પગે ચાલીને યુવાનોએ ગરબે રમી પરંપરા જાળવી રાખી

જામનગરઃ સૌરાષ્‍ટ્રમાં આવેલ જામનગરમાં નવરાત્રી દરમિયાન માઁ નવદુર્ગાની આરાધના સાથે ધગધગતા આગના અંગારા પર પટેલ યુવક ગરબી મંડળમાં ખુલ્લા પગે યુવાનો ગરબે રમી આજે પણ પરંપરા જાળવી રહ્યા છે. આ નવરાત્રીમાં મોડી રાત્રે શિવાજીના હાલરડા અને ઁઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુંઁના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે. જામનગરના રણજીત નગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્‍ય બહુ જ નયનરમ્‍ય હોય છે. આ ઉપરાંત મશાલ રાસ દરમિયાન યુવાનો ત્રિશૂળ અને સ્‍વસ્‍તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:50 PM IST)