<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

જુનાગઢનો ફરારી ઝડપાયો

જુનાગઢ, તા., ર૪: એ ડીવીઝન પો.સ્‍ટે.ના  એન.ડી.પી.એસ.એક્‍ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબના ગુન્‍હામાં સાગર ઉર્ફે બાપુ  વિજયભાઇ સોંદરવા, રહે.જુનાગઢ, ધરાનગર વાળાને પકડવાનો બાકી હોય અને સદર આરોપી નાસતો ફરતો હોય અને પોલીસ પકડથી દુર હોય,  હકીકત મળેલ કે આરોપી સુખનાથ ચોક જેલ રોડ પર આટાફેરા મારે છે. જે તપાસ કરતા મળી આવેલ જે આરોપીને પકડી પાડેલ અને આ કામેની આગળની વધુ તપાસ પો.સબ.ઇન્‍સ એ.એચ.માધ્‍વાચાર્યનાઓ સંભાળેલ છે.

એ. ડીવી. પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.  આર. કે.પરમાર તથા પો.સબ.ઇન્‍સ એ.એચ. માધ્‍વાચાર્ય તથા પો.કોન્‍સ ભુપતસિંહ લખુભાઇ સિસોદીયા તથા વિપુલભાઇ વિરાભાઇ તથા વિક્રમભાઇ કલોતરા તથા જુવાનભાઈ લાખણોત્રા નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે. 

(1:26 PM IST)