હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th September 2025
જુનાગઢમાં રિક્ષા ચોરી જનાર બે કિશોર ઝબ્બે

જુનાગઢ, તા., ર૪: એ. ડીવી. પો. સ્ટે. કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો તા.૨૨/૦૯/૨૦૨૫ ના રોજ રજી.થયેલ જેમાં જયદીપભાઈ કિશોરભાઈ ચંદારાણાએ પોતાની પ્યાગો રીક્ષા કાળા કલરનું GJ-23-X-3186 ની ઘર પાસે પાર્ક કરેલ હોય જે પ્યાગો રીક્ષા કોઈ ચોરી કરી લઈ ગયેલ હોયસી.સી.ટીવી ફુટેઝ તથા હ્યુમન સોર્સ મારફતે હકીકત મળેલ કે સદરહુ પ્યાગો રીક્ષા સાથે બે કિશોરો જી.આઇ.ડી.સી.ના ગેટ પાસે આંટાફેરા મારે છે. તપાસ કરતા આ કામે ચોરીમા ગયેલ પ્યાગો રીક્ષા કિ.રૂ-૬૦૦૦૦/- સાથે કાયદાના સંઘર્ષમા આવેલ બે કિશોર મળી આવેલ જેથી બન્ને કિશોરોને તેમના વાલી સાથે એ.ડીવી. પો.સ્ટે.લાવી જરૂરી કાર્યવાહી કરેલ છે.
એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમાર તથા પો.હેડ.કોન્સ એસ.બી.રાઠોડ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા નિલેશભાઇ નંદાણીયા તથા જુવાનભાઈ લાખણોત્રા નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
