હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈષ્ણવ ખેલૈયાઓ સાથે વલ્લભ કુળ પરિવાર પણ રાસોત્સવમાં જોડાયા
સત્સંગ સેતુ પુષ્ટિ વિલાસ દ્વારા આયોજિત રાસોત્સવમાં આચાર્ય અક્ષયકુમાર મહારાજ અને આચાર્ય રમણેશકુમાર મહારાજ વૈષ્ણવ પરિવાર સાથે રાસોત્સવમાં રાસે રમ્યાઃ વૈષ્ણવ પરીવાર માટે રોજ અલ્પાહારની વ્યવસ્થા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૪ ગૌ.શ્રી કનૈયાલાલજી મહારાજ ટ્રસ્ટ અને શ્રીકળષ્ણાશ્રય હવેલીના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા રસોત્સવમાં વલ્લભ કુળ પરિવાર જોડાતા વૈષ્ણવ ખેલૈયાઓ આનંદવિભોર થઈ ગયા હતા.
ગૌ.શ્રી કનૈયાલાલજી મહારાજ ટ્રસ્ટ અને શ્રી કળષ્ણાશ્રય હવેલીના સંયુક્ત ઉપક્રમે સત્સંગ સેતુ પુષ્ટિ વિલાસ દ્વારા રાજ શળંગાર પાર્ટી પ્લોટ ખાતે વૈષ્ણવ પરિવાર માટે ચાલી રહેલા રાસોત્સવમાં શ્રી કળષ્ણાશ્રય હવેલીના આચાર્ય અક્ષયકુમાર મહારાજ અને આચાર્ય રમણેશકુમાર મહારાજ વૈષ્ણવ ખેલૈયાઓ સાથે રાસમાં જોડાતા વૈષ્ણવ ખેલૈયાઓ ભાવ વિભોર થઈ ગયા હતા.
આ રાસ વિલાસના કાર્યક્રમમાં કીર્તનકાર ભરતભાઈ ધીનોજા, ભગીરથદાન ગઢવી અને કિર્તનકારની ટીમ વૈષ્ણવ ખેલૈયાને ડોલાવે છે.
ઉલ્લેખની છે કે તા.૨૨ થી ૩૦ સુધી રાજ શળંગાર પાર્ટી પ્લોટ ખાતે રાત્રે ૯ થી ૧૨ આયોજિત આ રાસોત્સવમાં વૈષ્ણવો માટે પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે ઉપરાંત દરેક વૈષ્ણવ પરિવારજનો માટે (અલ્પાહાર)ની વ્યવસ્થા પણ શ્રીકળષ્ણાશ્રય હવેલી દ્વારા રાખવામાં આવી છે. આ રાસોત્સવમાં સર્વે વૈષ્ણવ પરિવારજનોને જોડાવા આચાર્ય અક્ષયકુમાર મહારાજ,આચાર્ય રમણેશકુમાર મહારાજ તેમજ શ્રીકળષ્ણાશ્રય હવેલી અને સત્સંગ સેતુ પુષ્ટિ વિલાસ દ્વારા યાદીમાં જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
