હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th September 2025
કોટડાસાંગાણીના ભાડવા ગામે આંચકી ઉપડયા બાદ ૯ વર્ષની બાળાનું મોત

રાજકોટ તા. ૨૪: કોટડા સાંગાણીના ભાડવા ગામે ચંદુભાઇ ઘુસાભાઇ ખુંટની વાડીએ રહી મજૂરી કરતાં મુળ એમપીના પીંજુભાઇ મેડાની દિકરી પરમીલા (ઉ.વ.૯) વાડીએ બેભાન થઇ જતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહિ મૃતયુ થયું હતું.
બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર પરમીલા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતી અને ચોથા ધોરણમાં ભણતી હતી. એકાએક આંચકી આવ્યા બાદ તબિયત બગડી હોવાનું સગાએ કહ્યું હતું. કોટડા સાંગાણી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
