<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ભાવનગરમાં બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું મોત: અન્ય ત્રણ લોકો ગંભીર

તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા :અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો

ભાવનગર શહેરમાં બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

(8:47 PM IST)