<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

જામનગરમાં ત્રીજા નોરતે અચાનક વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે વરસાદ: ગરબા આયોજકોની ચિંતા વધી

અણધાર્યા વરસાદથી આયોજકો અને ખેલૈયાઓની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું

જામનગરમાં નવરાત્રિના ત્રીજા નોરતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે .અચાનક વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સૌથી વધુ ચિંતા ગરબાના આયોજકોમાં જોવા મળી રહી છે, કારણ કે વરસાદી પાણી ગરબાના ગ્રાઉન્ડમાં પણ ભરાઈ ગયા છે. આ અણધાર્યા વરસાદથી આયોજકો અને ખેલૈયાઓની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ અનેક સ્થળોએ ગાજવીજ વરસાદ વરસ્યો છે, છુટાછવાયા સ્થળોએ અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડે છે 

 

(8:51 PM IST)