News of Wednesday, 24th September 2025
મોરબીમાં નીટ સ્કૂલમાં સુપર બ્રેઈન યોગા પર સેમિનાર યોજાયો.
સેમિનારમાં બહોળી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નીટ સ્કૂલમાં યોગ ગુરૂ જીજ્ઞેશભાઈ પંડિત દ્વારા "સુપર બ્રેઈન યોગા" ઉપર એક સેમિનાર યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન રોટેરીયન રશેષભાઈ મહેતાએ ખૂબજ સરસ રીતે કર્યું હતું અને આ પ્રોજેકટમાં રોટરી પ્રમુખ અમિતભાઈ, રોટ. અશોકભાઈ, રોટ. રશેષભાઈ, મનીષાબેન તથા ગીતાબેન હાજર રહ્યા હતા. આ તકે પ્રોજેકટ ચેરમેન પકાશભાઈ દોશીએ સર્વેનો આભાર માન્યો હતો.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
