<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મોરબીમાં સર્વ જ્ઞાતિ સમૂહ રાંદલ લોટા મહોત્સવ અને મહાદુર્ગાપૂજા કાર્યક્રમ.

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે નવરાત્રી પૂર્ણ થયા બાદ છેલ્લા સાત વર્ષથી મહાદુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે નવરાત્રી પૂર્ણ થયા બાદ છેલ્લા સાત વર્ષથી મહાદુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ વર્ષે આઠમાં વર્ષે મહા દુર્ગા પૂજા ઉત્સવ ઉજવાશે જેમાં એકથી બાર વર્ષની ૫૫૧ દીકરીઓ ભાગ લે છે દીકરીઓ જુદા જુદા માતાજીના સ્વરૂપ બનીને આવે છે જેના પગ પૂજન કરવામાં આવે છે અને યોગ્ય પુરસ્કાર આપવામાં આવે છે.

     તા. ૦૫-૧૦ ના રવિવારે સાંજે ૫ થી રાત્રીના ૯ સુધી મહાદુર્ગા ઉત્સવ ઉજવાશે જેમાં ૧૨ વર્ષ સુધીની ઉમરની દીકરીઓ નામ નોંધાવી સકે છે દીકરીનું નામ, ઉમર, ક્યાં ધોરણમાં અભ્યાસ કરે છે અને સંપર્ક માટે વોટ્સએપ મોબાઈલ નંબર કાગળમાં લખી મંદિરે પુજારીને તા. ૩૦ ના રોજ સાંજે ૮ સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે.
    તેમજ તા. ૦૫-૧૦ ને રવિવારે સર્વ જ્ઞાતિ સમૂહ રાંદલ લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાંદલ માના લોટાનું તથા ગોયણીનું બુકિંગ કરાવવા માટે તા. ૩૦-૦૯ સુધીમાં સંસ્થા ખાતે આવી નામ અને સરનામું નોંધાવવા જણાવ્યું છે બુકિંગ તથા પૂછપરછ માટે યશવંત જોષી મો : – ૯૯૭૪૭ ૬૮૦૦૫, રાજેન્દ્રભાઈ ભટ્ટ મો : – ૯૯૦૯૯ ૫૮૧૮૮ અને હિતાબેન મો : – ૯૦૯૯૭ ૦૫૪૩૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે.



 

(10:53 PM IST)