<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મોરબી એલ ઈ કોલેજ (ડીપ્લોમા) દ્વારા સ્કીલ ઇન્ડિયા અંતર્ગત ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો.

વૈજ્ઞાનિક વિશ્લેષણ અંગે વિશિષ્ટ તાલીમ આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગકારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે

( પ્રવિણ  વ્યાસ દ્વારા ) મોરબી : L.E. College (Diploma) Morbi દ્વારા કેન્દ્ર સરકારની સંસ્થા CSIR – Central Glass & Ceramic Research Institute (CGCRI) નરોડા સેન્ટર,અમદાવાદ (ISO 9001:2015 પ્રમાણિત) ના સહયોગથી Skill India અંતર્ગત ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ Physico-Chemical Insights: Enhancing Raw Material Selection for Sanitaryware Production  નુ આયોજન 24 થી 26 સપ્ટેમ્બર 2025 દરમિયાન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સેનેટરીવેર ઉદ્યોગ માટે જરૂરી કાચા માલની યોગ્ય પસંદગી અને તેના વૈજ્ઞાનિક વિશ્લેષણ અંગે વિશિષ્ટ તાલીમ આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગકારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમનું આયોજન Training and Placement Cell તથા Ceramic Engineering Department દ્વારા પી.વી.રાયજાદા Principal L.E. College (Diploma) Morbi ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.


 

(11:39 PM IST)