News of Wednesday, 24th September 2025
મોરબીમાં બે દિવસીય નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે.
ગામડાની જનતા માટે આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને આજુબાજુના ગામડાની જનતા માટે આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ મોરબી ખાતે કેમ્પ નં ૧૯૫ દાતા સુવર્ણાબેન સુરેશભાઈ મહેતાના સહયોગથી યોજાશે.
કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તા. ૨૭ ને શનિવારે સાંજે ૪ થી ૭ સુધી અને તા. ૨૮ ને રવિવારે સવારે 9 થી ૧૨ સુધી વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મો ૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવા આવો ત્યારે કેસ પેપર્સ સાથે લાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહની યાદીમાં જણાવ્યું છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
