News of Wednesday, 24th September 2025
માળિયા (મી.)ના જુના ઘાટીલા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા: છ ફરાર
ત્રણ આરોપીને રૂ.11,800ની રોકડ સાથે ઝડપી લીધા: અન્યની શોખધોળ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મીયાણા પોલીસે જુના ઘાંટીલા ગામમાં જુગાર રમતા મનુભાઇ બેચરભાઇ લોલાડીયા, રવજીભાઈ ઓધવજીભાઈ ઉપાસરીયા અને મુકેશભાઈ નવીનભાઈ ઠાકરને રૂ.11,800ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અલ્પેશભાઇ બિજલભાઈ સુરાણી, કિશનભાઈ બિજલભાઇ સુરાણી, અનિલભાઈ કલાભાઈ સનુરા, મુકેશભાઇ જગાભાઈ સુરાણી, દિલીપભાઈ હીરાભાઈ સુરાણી, વિપુલભાઇ જગદીશભાઈ સુરાણીનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
