<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

કચ્‍છમાં ત્રણ ધડાકામાં આગથી ૬ દાઝયા

વરસાણામાં કંપનીમાં બોઇલર ફાટયું: મુન્‍દ્રામાં ગેસનો બાટલો ફાટયોઃ કંડલામાં આગ ભડકી આગના બનેલા બે-ત્રણ અલગ અલગ બનાવોએ લોકોના જીવ અધ્‍ધર કરી દીધા, જો કે સદ્દભાગ્‍યે આ અકસ્‍માતો જીવલેણ બનતા અટકી ગયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫: કચ્‍છમાં અકસ્‍માત ધડાકા અને આગના બનેલા બે-ત્રણ અલગ અલગ બનાવોએ લોકોના જીવ અધ્‍ધર કરી દીધા હતા. જોકે, સદ્દભાગ્‍યે આ અકસ્‍માતો જીવલેણ બનતા અટકી ગયા હતા. અંજારના વરસાણા ગામે સીપીએલ પ્‍લાય કંપનીમાં બોઇલરની કેડર લાઇન ધડાકા સાથે ફાટતા આગ ભભૂકી હતી. પરંતુ આ બનાવમાં કામદારોનો આબાદ બચાવ થયો હતો. બીજા બનાવમાં કંડલા ઝોનમાં આવેલ અનિતા એક્‍સપોર્ટ નામની રેડીમેડ ગારમેટ કંપનીમાં લાઇટ ગઈ હતી પરંતુ ફરી પાવર આવ્‍યો ત્‍યારે ધડાકા સાથે આગ લાગી હતી. માલ સામાન બળી ગયો હતો પરંતુ કામદારોનો બચાવ થયો હતો. ત્રીજો બનાવ મુન્‍દ્રામાં બન્‍યો હતો. અહીં રાસાપીર સર્કલ પાસે ઓરડીમાં રહેતા કામદારોના ગેસનો નોબ ચાલુ રહી ગયો હતો. સવારે ગેસ ચાલુ કરવા જતા ધડાકો થયો અને આગ સાથે ગેસનો બાટલો ધડાકાભેર ફાટયો હતો. જેના કારણે ૬ કામદારો દાઝ્‍યા હતા. તમામને ભુજની સરકારી હોસ્‍પિટલ માં દાખલ કરાયા છે. ત્‍યાં તબિયત સુધારા ઉપર છે. તમામ બનાવોમાં ફાયર ફાઈટર સાથે પોલીસ ઘટના સ્‍થળે પહોચી ગઈ હતી. વધુ તપાસ ચાલુ છે.(૬.ર)

(11:47 AM IST)