News of Thursday, 25th September 2025
મધરાતે ૩.૩ ના આંચકાએ કચ્છને ધ્રુજાવ્યું ચાર દિ'માં બીજો આંચકો
દેશ અને દુનિયામાં આવતા ભૂકંપના આંચકાઓ વચ્ચે કચ્છની ધરા પણ ધ્રૂજે છેઃ આંચકાનું કેન્દ્રબિંદુ પશ્ચિમ કચ્છમાં ખાવડાથી ૩૧ કિમી દુર રણ સરહદે નોંધાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫ : કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો સતત ચાલુ જ છે. આજે મધરાતે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. સિસ્મોલોજી કચેરીના રિપોર્ટ અનુસાર આજે મધરાતે ૧.૪૬ વાગ્યે ૩.૩ નો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ પヘમિ કચ્છમાં ખાવડાથી ૩૧ કિમી દુર રણ સરહદ નોંધાયુંછે. આમ, પાકિસ્તાનને જોડતી કચ્છની રણ સરહદમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આથી અગાઉ ચાર દિવસ પહેલા જ ૨૧/૯ ના પૂર્વ કચ્છના ભચાઉ પંથકમાં બપોરે ૧૨.૪૧ વાગ્યે ૩.૧ નો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં પૂર્વ તેમ જ પヘમિ કચ્છમાં ભૂકંપના હળવા આંચકાઓ ચાલુ જ રહ્યા છે. તાજેતરમાં જ રાજ્યમાં મોરબી, ગીર પંથકમાં અને દેશમાં દિલ્હી અને ઉત્તર ભારત ઉપરાંત સિક્કિમ તેમ જ પૂર્વાંચલમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ સિવાય તાજેતરમાં જ દુનિયામાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, પાકિસ્તાન ઉપરાંત યુરોપના અન્ય દેશોમાં પણ ભૂકંપના આંચકાઓ નોંધાઈ ચૂકયા છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
