<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

રાતે ગરબી જોવા નીકળેલા ૧૫ વર્ષના સગીરનું બાઇક સ્‍લીપ થઇ જવાથી મોત

કુવાડવાના કોઠારીયા ગામે પરિવાર સાથે રહેતો હતોઃ મુળ મધ્‍યપ્રદેશના મજૂર પરિવારે દિકરો ગુમાવતાં ગમગીની

 

રાજકોટ તા. ૨૫: કુવાડવા તાબેના કોઠારીયા ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના પરિવારનો ૧૫ વર્ષનો દિકરો રાતે બાઇક હંકારી ગરબી જોવા નીકળ્‍યો ત્‍યારે તેને અકસ્‍માત નડતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયામાં દીલાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં વરીયાભાઇ શીંગાડા-ભીલનો દિકરો મડીયા (ઉ.વ.૧૫) રાતે સાડા બારેક વાગ્‍યે આણંદપર બાઘીના પેટ્રોલ પંપ પાસે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે સ્‍લીપ થતાં અથવા કોઇ વાહનની ઠોકરે ચડતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર મડીયા બે બહેન અને પાંચ ભાઇમાં નાનો હતો. તેના પિતા વરીયાભાઇ અને માતા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પોતે તેના ભાઇનું બાઇક લઇને ગરબી જોવા જવા માટે નીકળ્‍યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. દિકરાના મોતથી મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. (૧૪.૫)

(10:42 AM IST)