<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

થાનમાં માટીના ઢગલા પરથી પડતાં ૧૬ વર્ષની લક્ષ્મીનું મોત

સગાએ કહ્યું રમતી હતી ત્‍યારે અચાનક આંચકી આવી ગઇઃ મોતનું કારણ જાણવા રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

 

રાજકોટ તા. ૨૫: થાનગના હીટનનગરમાં આવેલા હરેશભાઇ વાલજીભાઇ અંદોદરીયાના કોડીયા બનાવવાના કારખાનામાં મજૂરી કરતાં અને ત્‍યાં જ રહેતાં મુળ એમપીના દુલાભાઇ ભાંભોરની દિકરી લક્ષ્મી (ઉ.વ.૧૬) સાંજે કારખાના પાસે માટીના ઢગલા પર રમતી હતી ત્‍યારે એકાએક આંચકી આવતાં પડી જતાં બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્‍યુ પામનાર લક્ષ્મી બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેનું મોત કયા કારણોસર થયું? તે જાણવા થાન પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

(10:44 AM IST)