<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

જામનગરના ફલ્લામાં જુગાર રમતા ૮ ઝડપાયાઃ ૧ર.૩૮ લાખનો મુદામાલ જપ્ત

જામનગર એલસીબી ટીમે મીતેશ ધમસાણીયાના ઘરે દરોડો પાડયોઃ ૧૧ લાખ રોકડા, મોબાઇલ સહિતનો મુદામાલ કબ્‍જે કરાયો

 

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર તા. રપ :.. જામનગર તાલુકાના ફલ્લાગામમાં રહેણાંક મકાનમા ચાલતા જુગારના અખાડા માંથી રોકડ રૂપીયા, ગંજીપતાના પાના, મોબાઇલ ફોન તથા મો.સા. મળી કુલ રૂ. ૧૨,૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે આઠ આરોપીઓને  જામનગર - એલ.સી.બી. ટીમે ઝડપી પાડેલ છે.

એલ.સી.બી. સ્‍ટાફના મયુરસિંહ પરમાર, હિતેન્‍દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા તથા રૂષિરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના ફલ્લાગામે પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા મીતેશ ગણેશભાઇ ધમસાણીયાના રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડામાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા નીચે લખ્‍યા નામ વાળા આરોપીઓ ના કબ્‍જા માંથી રોકડ રૂ. ૧૧,૦૩,૦૦૦/- તથા ગંજી પતા પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૯૫,૦૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૨,૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે આઠ આરોપીઓને પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પો. હેડ કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્‍સ.શ્રી પી.એમ.મોરી નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

(૧) મિતેશ ગણેશભાઇ ધમસાણીયા રહે. ફલ્લાગામ, પ્‍લોટ વિસ્‍તાર તા.જી.જામનગર, (૨) સ્‍મિત કાનજીભાઇ દલસાણીયા રહે. ધ્રોલ ગજાનંદ સોસાયટી શેરી નંબર-૩ તા.ધ્રોલ જી.જામનગર, (૩) વસંત હરખાભાઇ નાગપરા રહે. ધ્રોલ, વળંદાવન સોસાયટી, ખારવા રોડ, તા.ધ્રોલ જી.જામનગર, (૪)  બિપીન વિરજીભાઇ અધેરા રહે. ફલ્લાગામ, પ્‍લોટ વિસ્‍તાર તા.જી.જામનગર, (૫) વિનોદ રવજીભાઇ કાનાણી રહે. જોડીયા, લક્ષ્મીપરા શેરી નંબર-૫ તા.જોડીયા જી.જામનગર, (૬) નિલેશ ભવાનભાઇ ભીમાણી રહે. જોડીયા, લક્ષ્મીપરા શેરી નંબર-૬ તા.જોડીયા જી.જામનગર, (૭) જયસુખ નારણભાઈ ધમસાણીયા રહે. ફલ્લાગામ પ્‍લોટ વિસ્‍તાર તા.જી.જામનગર, (૮) અરવીંદ મોહનભાઇ ભીમાણી રહે. ધ્રોલ, ગજાનંદ સોસાયટી ખારવા રોડ તા.ધ્રોલ જી.જામનગરની  (૧) રોકડ રૂ. ૧૧,૦૩,૦૦૦/-, (૨) મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૯૫,૦૦૦/- (૩) મોટર સાયકલ-૧ કિ.રૂ. ૪૦,૦૦૦/-, (૪) ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ કુલ મુદામાલ રૂ. ૧૨,૩૮,૦૦૦/- સાથે ધરપકડ કરી છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા,ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર કરી છે. (પ-૮)

(10:46 AM IST)