<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

વઢવાણના બાળા-કરણગઢ વચ્‍ચે ટ્રક બંધ થઈ જતા રસ્‍તો બંધ

 

વઢવાણઃ તાલુકાના બાળાથી કરણગઢ જવાનો રસ્‍તો સીંગલ પટ્ટી છે. હાલ દુધરેજ પુલ બંધ હોવાથી ભારે વાહનો આ રસ્‍તેથી નીકળે છે. જેના લીધે રસ્‍તો બીસમાર થઈ ગયો છે. આવા સમયે બુધવારે સવારના સમયે પસાર થતો એક ટ્રક અચાનક બાળા-કરણગઢ વચ્‍ચે બંધ પડી ગયો હતો. જેના લીધે રસ્‍તા પર બાઈક નીકળે તેટલી પણ જગ્‍યા રહી ન હતી. અને સુરેન્‍દ્રનગરથી બાળા જતા વાહનચાલકોને ફોગટફેરો કરવો પડયો હતો.આ બંધ ટ્રકને લઈ જવા આવેલ જેસીબી પણ બંધ થઈ જતા લાંબો સમય રોડ બંધ રહેતા વાહનચાલકોને હેરાનગતી ભોગવવી પડી હતી.

(11:19 AM IST)