<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ગોંડલમાં ગાળો બોલવાની ના પાડતાં દિવ્‍યેશ માટીયા પર હુમલો

બે અજાણ્‍યા નશાખોર જેવા શખ્‍સોએ ધોકાવાળી કરીઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૫: ગોંડલમાં ભગવતપરામાં રહેતાં દિવ્‍યેશ રાજુભાઇ માટીયા (ઉ.વ.૨૦) પર રાતે નવેક વાગ્‍યે ગોંડલમાં અલગ ચબુતરા નજીક બસ સ્‍ટેશન રોડ પર હતો ત્‍યારે બે અજાણ્‍યા શખ્‍સે હુમલો કરી ઢીકાપાટુ અને ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં  હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. દિવ્‍યેશ ચાની હોટલ ચલાવી ગુજરાન ચલાવે છે. તે રાતે ચબુતરા પાસે હતો ત્‍યારે બે શખ્‍સો કારણવગર ગાળો દેતાં હોઇ ગાળો નહિ બોલવાનું કહેતાં હુમલો કર્યો હતો. આ શખ્‍સો નશો કરેલી હાલતમાં હોય તેવા લાગતાં હોવાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(11:39 AM IST)