<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ભાવનગર-જામનગર પંથકમાં મેઘાવી માહોલ સાથે વરસાદ વરસ્‍યો

કાલાવડ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારો અને તળાજામાં અડધો ઇંચ વરસાદ

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભાવનગર - જામનગર પંથકમાં મેઘાવી માહોલ વચ્‍ચે હળવો - ભારે વરસાદ વરસી જાય છે.

જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા અનેક ગામોમાં રાત્રિના જોરદાર વરસાદી માહોલ છવાયો હતો.

જુવાનપરા મંગલપુર મકાજી મેઘપર - ખંભાળીયા બાઇપાસ રોડ સહિતના ખાંભા સાળવા રબારીકા અમરેલી-સાવરકુંડલા, ધાર, ઉના, ગીર સોમનાથ, બગદાણા, મહુવા, તળાજાના રામપરા, ઠળીયામાં રાત્રીના નવેક વાગ્‍યા સુધીમાં જોરદાર વરસાદ પડયો હતો.

કાલે જામનગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટા હતા. કાલાવાડ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખંભાળીયા હાઇવે ઉપર જોરદાર વરસાદ સાંજે આવ્‍યો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોરમાં  અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. જેસરમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્‍ચે માત્ર તળાજા અને જેસર પંથકમાં વરસાદ પડ્‍યો છે. આ સિવાય અન્‍ય જિલ્લામાં વરસાદ પડ્‍યો નથી. તળાજામાં  અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ભાવનગર શહેરમાં સાંજે વરસાદી માહોલ ઊભો થયો હતો પરંતુ વરસાદ પડ્‍યો ન હતો.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન તળાજામાં ૧૦ મી.મી. અને જેસરમાં ૩  મી.મી.વરસાદ નોંધાયો છે.

ભાવનગર શહેરમાં  મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે લઘુતમ તાપમાન ૨૫.૯ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૬૮ ટકારહ્યું હતું. જ્‍યારે પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. 

(11:40 AM IST)