<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

શાપર-વેરાવળ પંથકમાં ૭ વર્ષની બાળાને નગ્ન કરી હવસખોર શખ્‍સે અડપલા કર્યા

બાળા ઓરડીમાં એકલી હતી ત્‍યારે હવસખોર શૈલેષે બળજબરી કરી પોતે પણ નગ્ન થઇ જાતિય હુમલો કર્યોઃ શૈલેષની શોધખોળ

રાજકોટ તા. રપ :.. શાપર-વેરાવળ પંથકમાં કારખાનાની ઓરડીમાં બાળાનો એકલાતો લાભ લઇ હવસખોર શખ્‍સે બાળાને નગ્ન કરી જાતિય હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પંથકમાં કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારની ૭ વર્ષની બાળા ઓરડીમાં એકલી હતી. ત્‍યારે શૈલેષ ગીરધર લક્ષ્મણ પરમાર રે. સોનાપુર પીપળ ફળીયુ તા. ગળતેશ્વર જી. ખેડાએ ઓરડીમાં પ્રવેશી બળજબરીથી બાળાના કપડા કાઢી  નગ્ન કરી તેમજ પોતાના પણ કપડા કાઢી નગ્ન થઇ તેની સાથે સૂઇ બાળા ઉપર જાતિય હુમલો કર્યો હતો.

આ બનાવ બાદ ગભરાયેલી બાળાએ તેની માતાને સઘળી હકિકત જણાવતા બાળાની માતાએ ઉકત હવસખોર શૈલેષ સામે શાપર-વેરાવળ પોલસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્‍હો દાખલ કરી હવસખોર શૈલેષની શોધખોળ હાથ ધરી છે. 

(11:46 AM IST)