<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો કરનારને કડક સજા કરો

 

( ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૫: સાવરકુંડલા લીલીયાના પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ઉપર થયેલ  હીચકારી હુમલાને  વખોડી કાઢી ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સાવરકુંડલા લઘુમતિ વિભાગ ના અગ્રણી ઓ એ માગ કરી છે.

 સાવરકુંડલા લીલીયા પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત  સરદાર વલ્લભભાઈ પટેલ ની સન્‍માન યાત્રા સોમનાથ સમાપન કરી પરત આવતા હતા તે દરમ્‍યાન દૂધાળા નજીક અચાનક ૫૦ ઉપરાત ના ટોળે એ પ્રતાપભાઈ દુધાત ઉપર હુમલો કરેલ તે હુમલા ને કોંગ્રેસ અગ્રણી ઇકબાલ ગોરી નાસીર ચોહાણ. ઉસ્‍માન ભાઈ પઠાણ અલીભાઈ જાખરા તાજુદીન ભાઈ કુરેશી રાજેભાઈ ચોહાણ વિગેરે એ વખોડી કાઢેલ હતો અને આ હુમલો શું કામ કર્યો કોના કહેવા થી કર્યો તેની જીણવટ ભરી તપાસ કરી હુમલો કરનાર શખ્‍સો સામે કડક માં કડક કાર્યવાહી કરવી 

સાવરકુંડલા લીલીયા વિસ્‍તાર ના પૂર્વ ધારાસભ્‍ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ લેવલ ની વ્‍યક્‍તિ ઓ ઉપર ખુલ્લે આમ હુમલો થાય અને લોક સેવક ની કોય સલામતી નથી ત્‍યારે ગુજરાત માં કાયદો શું છે તેવી  પોલીસ હુમલાખોરો ને ભાન કરાવી દેવી જોઈએ જેથી કરી ને કોઈ ની ઉપર હુમલો કરવા નો કોય પ્રયત્‍ન ન કરે તેવી અંત મા  ઇકબાલ ગોરી નાસીર ચોહાણ ઉસ્‍માન પઠાણ અલીભાઈ જાખરા રાજેભાઈ ચોહાણ તાજુદીન કુરેશી વિગેરએ માગ કરી છ

(12:21 PM IST)