<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

સોશિયલ મીડીયામાં હથિયાર સાથે પોસ્‍ટ વાયરલ કરનાર

ટંકારાના સરાયા ગામના કિશન ગમારા સામે ગુન્‍હો નોંધાયો : ધરપકડ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૫: તાલુકાના સરાયા ગામે રહેતા ૨૦ વર્ષીય યુવક કિશન બાબુભાઈ ગમારા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે. આરોપીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામ પર પોતાના આઈડી 'Òmafiya_._302' પર ગુપ્તી જેવું ધારદાર હથિયાર સાથે ફોટો પોસ્‍ટ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો.

 મળતી માહિતી અનુસાર, કિશને આ પોસ્‍ટ દ્વારા લોકોમાં ડર ફેલાવવાનો અને શારીરિક નુકસાન સંબંધી ગુનો આચરવાનો આશય દર્શાવ્‍યો હતો. આ ઘટનાને પગલે ટંકારા પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમ (જી.પી. એક્‍ટ) કલમ-૧૩૫ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ સહિતની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે.(

(12:24 PM IST)