<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ભાવનગર સાયબર ક્રાઈમના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી મોરબીથી ઝડપાયો.

એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તેને પકડી ભાવનગર સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર નાસીરઅલી અમીરઅલી ધારાણી (રહે. 503, પૂજન હાઇટ્સ, દાઉદી પ્લોટ, શેરી નં.2, મોરબીવાળો) પોતાના ઘરે જ હોવાની બાતમી મળતા એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તેને પકડી ભાવનગર સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


 

(10:05 PM IST)