News of Thursday, 25th September 2025
બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમિટી દ્વારા સતત ૧૦ મા વર્ષે મોરબીમાં તા.27થી દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ.
લખધીરવાસ ચોકમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દરરોજ મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે : 2 ઓક્ટોબરે વિસર્જન યાત્રા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૭ સપ્ટેમ્બરથી તા.ર ઓક્ટોબર સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
મોરબી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ અને સભ્ય દ્વારા છેલ્લા નવ વર્ષ જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તા.૨૭ સપ્ટેમ્બરને શનિવારના રોજ રાતી ૯ વાગ્યે રાકેશકુમાર પટેલ (પી.આઈ. એ ડીવીઝન- મોરબી) દ્વારા દુર્ગાપુજા પંડાલનું ભવ્ય અને શાનદાર ઉદધાટન ક૨વામાં આવશે. ત્યારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે.
દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે. દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે.
મહાઆરતીનો સમય દરરોજ રાત્રે ૮-00 થી ૯-00 વાગ્યા સુધી નો રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય સાંજે સાડા છ થી આઠ વાગ્યાનો રહેશે. મહાઆરતી બાદ પ્રખ્યાત બંગાળી ધુનુચિ નૃત્યનો સમય રાત્રે ૯ વાગ્યા પછીનો રહેશે. વિર્સજન યાત્રા વિજયદસમી તા.૦૨ ઓક્ટોબરને સાંજે પ-00 વાગ્યા પછી લખધીરવાસ ચોકથી રવાના થશે.
ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનો સમન્વય એટલે દુર્ગાપુજા. આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભલેવા માટે મોરબીની જનતાને નિમંત્રણ આપવામાં આવે છે. દુર્ગાપુજાને લગતી કોઈપણ માહિતી માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલ મો.7990215099 અને શ્રીરામભાઈ મંડલનો સંપર્ક કરી શકો છો. તેમ મોહિતભાઈ રાવલની યાદીમાં જણાવાયુ છે
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
