<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

મોરબી પંથકમાં નવરાત્રીમાં માં ના ગરબા સાથે નાટક, કોમીકના આયોજનો.

ભડિયાદ ગૌશાળાના લાભાર્થે શનિવારે ભવ્ય નાટક-કોમિકનું આયોજન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના ભડિયાદ ખાતે આવેલ શ્રી ભડિયાદ ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય નાટક અને કોમિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ: ૨૭-૦૯-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૧૦:00 કલાકે શ્રી ભડિયાદ ગરબી ચોક ખાતે યોજાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગૌશાળાના નિર્વાહ માટે ભંડોળ એકત્ર કરવાનો છે, જેનાથી ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં સહયોગ મળી રહે.

મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ગરબાનું આયોજન.

મોરબી શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અર્વાચીન ગરબા મહોત્સવની વચ્ચે મોરબીની ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર-6માં દ૨૨ોજ ગરબાનું આયોજન કરાય છે. ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર 6માં છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ગરબી યોજાય છે અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. મહિલાઓ અને દીકરીઓ ટ્રેડિશનલ વેશભૂષામાં તૈયાર થઈને દરરોજ ગરબા રમે છે અને આદ્યશક્તિની આરાધના કરે છે.
જય બજરંગ યુવક મંડળ ધૂનડા (સ.) દ્વારા કાલે શુક્રવારે નાટક અને કોમિક.
જય બજરંગ યુવક મંડળ ધૂનડા (સ.) દ્વારા નિરાધાર અબોલપંખીડાની ચણ માટે તા. 26-9-2025ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે મહાન સામાજિક નાટક પાનેતરનો રંગ યાને કે લાખનશીની કટાર સાથે જ પેટ પકડીને હસાવતું કોમિક લખમણિયો માડણીયોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભાઈ - બહેનોને પધારવા જય બજરંગ યુવક મંડળ તથા ધૂનડા (સ.) ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.મોરબી પંથકમાં નવરાત્રીમાં માં ના ગરબા સાથે નાટક, કોમીકના આયોજનો.
ભડિયાદ ગૌશાળાના લાભાર્થે શનિવારે ભવ્ય નાટક-કોમિકનું આયોજન.
મોરબી જિલ્લાના ભડિયાદ ખાતે આવેલ શ્રી ભડિયાદગૌશાળાના લાભાર્થે એક ભવ્ય નાટક અને કોમિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ: ૨૭-૦૯-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૧૦:00 કલાકે શ્રી ભડિયાદ ગરબી ચોક ખાતે યોજાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગૌશાળાના નિર્વાહ માટે ભંડોળ એકત્ર કરવાનો છે, જેનાથી ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં સહયોગ મળી રહે.
મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ગરબાનું આયોજન.
મોરબી શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર નવરાત્રિ મહોત્સવનુંઆયોજન કરવામાં આવી રહ્યું છે. અર્વાચીન ગરબા મહોત્સવની વચ્ચે મોરબીની ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર-6માં દ૨૨ોજ ગરબાનું આયોજન કરાય છે. ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર 6માં છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ગરબી યોજાય છે અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. મહિલાઓ અને દીકરીઓ ટ્રેડિશનલ વેશભૂષામાં તૈયાર થઈને દરરોજ ગરબા રમે છે અને આદ્યશક્તિની આરાધના કરે છે.
જય બજરંગ યુવક મંડળ ધૂનડા (સ.) દ્વારા કાલે શુક્રવારે નાટક અને કોમિક.

જય બજરંગ યુવક મંડળ ધૂનડા (સ.) દ્વારા નિરાધાર અબોલ પંખીડાની ચણ માટે તા. 26-9-2025ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે મહાન સામાજિક નાટક પાનેતરનો રંગ યાને કે લાખનશીની કટાર સાથે જ પેટ પકડીને હસાવતું કોમિક લખમણિયો માડણીયોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભાઈ - બહેનોને પધારવા જય બજરંગ યુવક મંડળ તથા ધૂનડા (સ.) ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(12:32 AM IST)