News of Friday, 26th September 2025
સુરેન્દ્રનગરનાં મુળી તાલુકામાં ગેરકાયદે ખનન : ૧ કરલઢનલ મુદ્દામાલ જપ્ત
ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પર - મશીન જપ્ત કર્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૬: સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ગુપ્ત બાતમીના આધારે ખાણખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન કરતી મશીનો, ડમ્પરો અને સફેદ માટીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ૧ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ ગેરકાયદે પ્રવળત્તિમાં સંડોવાયેલા ડમ્પર માલિક લાલાભાઈ મોરી અને ઈશ્વરભાઈ ગાંગડ સામે ખાણખનીજ વિભાગે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે, જેમાં દંડ અને અન્ય કાનૂની પગલાંનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ખાણખનીજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગેરકાયદે ખનન માટે વપરાતી મશીનરી અને વાહનોને સીઝ કરવામાં આવ્યા છે, જેને સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગની કચેરી ખાતે મોકલવામાં આવ્યા છે.
આ તાજેતરની કાર્યવાહીથી મુળી તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા ભૂમાફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાણખનીજ વિભાગની આકસ્મિક દરોડા અને કડક કાર્યવાહીએ ખનીજ ચોરીના કાળા કારોબાર પર અંકુશ મૂકવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે આવી પ્રવળત્તિઓ છૂટથી ચાલી રહી હોવાથી વધુ સતર્કતા અને સતત દેખરેખની જરૂર છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
