તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
પોરબંદર સાંદીપનિમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાનમાં ઉમટતા ભાવિકો
પૂ. ભાઇજી તથા મનોરથી પરિવાર દ્વારા ચંદ્રઘંટા સ્વરૂપા કુમારિકા પુજનઃ બ્રાહ્મણો દ્વારા વેદના મંત્રોચ્ચાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા તથા એમના સાનિધ્યમાં શારદીય નવરાત્રિ અંતર્ગત ૪૪મુ શ્રી રામચરિત માનસ અનુષ્ઠાનના ચાલી રહ્યુ છે. જેમાં અનુષ્ઠાનના ત્રીજા દિવસના પ્રારંભે પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા ચંદ્રઘંટા સ્વરૂપા કુમારિકા પૂજન કરવામાં તથા મહિષાસુર મર્દિની સ્થાપના મંડપમાં વિદ્વાન બ્રાહ્મણો ચારેય વેદના મંત્રોચ્ચાર દ્વારા અર્ચન કરવામાં આવ્યુ.
શ્રીહરિ મંદિરમાં
અનુષ્ઠાન મનોરથ
શ્રીરામ ચરિતમાનસ પાઠ અનુષ્ઠાની સાથે શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિ નિમિત્તે પ્રતિદિન કરુણામયી માઁની ષોડશોપચારની પૂજા સાથે ખુબ જ વિશાળ સંખ્યામાં સાંદીપનિના ઋષિકુમારો દ્વારા તથા અન્ય પ્રાંતમાથી આવેલા બ્રાહ્મ ણો દ્વારા શ્રીદુર્ગા સપ્તશતી પાઠનું અનુષ્ઠાનના કરવામાં આવી રહ્યુ છે. તેમજ પ્રતિદિન સાંજના સમયે શ્રીહરિ મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે દેવી દેવતાઓનો અલૌકિક શળંગાર કરવામાં આવી રહ્યો છે. જેનો અનેક દર્શનાર્થીઓ લાભ લઇ રહ્યા છે.
શ્રીરામચરિત
માનસ પાઠ અનુષ્ઠાન
શારદીય નવરાત્રિમા પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ૪૪મા શ્રીરામચરિત માનસ ત્રીજા દિવસે મોરબી તાલુકાના ધારાસભ્ય શ્રી કાન્તિલાલ અમળતિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રી શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનમાં જોડાયા હતા અને આરતીમાં પણ સહભાગી બન્યા હતા.
શ્રીરામચરિત માનસ પાઠના ત્રીજા દિવસે શ્રીરામજી અને સીતાજીના વિવાહ પ્રસંગ આવેલ હોય શ્રીરામજી સાથે જાનકીજીના વિવાહ પ્રસંગની પૂજ્ય ભાઈશ્રી તથા ઉપસ્થિત ભક્તવળંદ દ્વારા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.
શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ
સાંદીપનિમાં ચાલી રહેલા શ્રીરામ ચરિતમાનસ પાઠ અનુષ્ઠાની સાથે તા.૨૫-૦૯-૨૫, ગુરુવારથી બપોર પછીના સત્રમાં પ્રતિદિન ૩:૩૦ વાગ્યે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે. કથાના પહેલા દિવસે કથાના પ્રારંભ પહેલા મનોરથી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવતજીની પોથીયાત્રા સંપન્ન થશે. વળંદાવનના શ્રીમન્ માધવ ગૌડેશ્વર વૈષણવાચાર્ય શ્રી પુંડરીક ગોસ્વામીજી મહારાજ વ્યાસાસને બિરાજી શ્રીમદ્ ભાગવતકથાનું સંગીતમય રસપાન કરાવશે. સૌ ભાવિકોને સાંદીપનિ સંસ્થા આ દિવ્ય ભાગવતકથાશ્રવણનો લાભ લેવા માટે નિમંત્રણ છે.
ધામેચા હોસ્પિટલ ખાતે યોજાશે સુપર સ્પેશ્યાલિટી આઈ કેમ્પ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન નિમિત્તે તા.૨૬/૦૯/૨૫ થી તા.૨૮/૦૯/૨૫ દરમ્યાન રોજ પોરબંદર શહેરમાં આવેલ ધામેચા આઈ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલીટી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સીટી આઈ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરના આંખના નિષ્ણાંત સર્જન ડો.કુલીનભાઇ કોઠારી અને તેમની ટીમ પોતાની માનદ્ સેવા આપશે.જેના મનોરથી તરીકે શ્રીમતી અનસુયાબેન વિશ્રામ જોગિયા પરિવાર (યુ.કે.) સેવા આપશે. ત્રણ દિવસ યોજાનાર આ કેમ્પમાં તારીખ ૨૬ સપ્ટેમ્બરને શુક્રવારના રોજ બપોર પછી સાંજે ૫ થી ૮ માં દર્દીઓની તપાસ કરવામાં આવશે અને તારીખ ૨૭મી અને ૨૮મી સપ્ટેમ્બર શનિવાર અને રવિવારે જરૂરી ઓપરેશનો કરવામાં આવશે.
શારદીય નવરાત્રિ નિમિત્તે શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન અને શ્રીહરિ મંદિરના દર્શને પોરબંદર તથા આસપાસના વિસ્તારમાંથી આવતા ભાવિકો માટે બપોરે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીરામ ચરિતમાનસ પાઠ અને દરેક મનોરથના દર્શનનો પ્રત્યક્ષ રીતે અને યુ ટયુબના માધ્યમથી અનેક લોકો લાભ લઇ રહ્યા છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
