<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

જામકંડોરણામાં પ્રાચીન પરંપરાથી આયોજીત શ્રી રામ મંદિર ગરબી

 

જામકંડોરણા :. શ્રી રામ મંદિર ગરબી મંડળ દવારા ૫૭ વર્ષથી પરંપરાગત રીતે બાળાઓના પ્રાચીન રાસ ગરબાનું આયોજન થાયછે આ વર્ષે આ ગરબીએ ૫૮માં વર્ષમા પ્રવેશ કર્યો છે અત્‍યારના આધુનિક યુગમાં પણ આ ગરબીએ ભારતીય સંસ્‍કળતિની પરંપરા જાળવી રાખીછે બાળાઓ રાસ ગરબા લઈ આધ્‍યાત્‍મિક વાતાવરણ સર્જી રહીછે આ ગરબીની જામકંડોરણા શહેરમાં મોટામાં મોટી ગરબીમાં ગણના થાયછે આ ગરબીએ લોકોના સાથ,સહકાર અને હુંફથી તેમજ સંચાલકોની મહેનત અને લાગણીથી આજના આધુનિક યુગમાં પણ તેમની પ્રાચીન પરંપરા જાળવી રાખીછે આ ગરબી નિહાળવાનો મોટી સંખ્‍યામાં લોકો લાભ લઈ રહયાછે આ ગરબીમાં માતાજીના આઠમાં નોરતે બાળાઓ આબેહુબ વેશભુષા સાથે માં નવદુર્ગાનો રાસ રજૂ કરશે. (તસ્‍વીર - અહેવાલ : મનસુખભાઈ બાલધા -જામકંડોરણા)

(11:16 AM IST)