<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

પોરબંદરની સિમેન્‍ટ ફેકટરી કર્મચારીઓના પી.એફ અને પેન્‍શનના ૬.૫૦ લાખ ‘ચાંઉ' કરી જનારો ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૬: એચ.એમ. સીમેન્‍ટ ફેકટરીના કર્મચારીઓના પીએફ અને પેન્‍સનની રકમની કપાત કરીને કાયદા મુજબ ફેકટરીના બેન્‍ક એકાઉન્‍ટમાં જમા નહીં કરાવીને ૨૮ વર્ષ પહેલા ફરાર થઇ ગયેલ મૂળ પશ્‍ચિમ બંગાળ અને હાલ અમદાવાદ રહેતા વિનોદકુમાર ઓનકારમલને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

કમલાબાગ પો.સ્‍ટે.૨૫૫/૧૯૯૭ આઇ.પી.સી. ક. ૪૦૬, ૩૪ મુજબનો સને ૧૯૯૭ માં નોંધાયેલ ગુન્‍હામાં આરોપીઓએ એચ.એમ.પી સિમેન્‍ટ વર્કસના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્‍ટ ફંડ તથા ફેમીલી પેન્‍સનના રૂા. ૬.૫૦,૦૭૦/- ની કપાત કરી કાયદા મુજબ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાના પ્રોવિડન્‍ટ ફંડ એકાઉન્‍ટમાં જમા નહી કરાવી ગુન્‍હો કરેલ હતો.

 પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી.  ઇનચાર્જ  પો.ઇન્‍સ. આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના એએસઆઇ રાજેન્‍દ્રભાઇ જોષી તથા એચસી ઉપેન્‍દ્રસિંહ જાડેજા તથા ડબલ્‍યુએચસી નાથીબેન કુછડીયાને ટેકનીકલ રાહે  બાતમી આધારે ગુનાનો છેલ્લા ૨૮ વર્ષ થી ગેઝેટ પ્રસિધ્‍ધ નાસતો ફરતો તથા નામ કોર્ટના સીઆરપીસી ક. ૭૦ તથા ૮૨ મુજબના વોરંટના કામે નાસતા ફરતા આરોપી વી.કે. કલાની નોકરી સીમેન્‍ટ ફેકટરી અને હાલ અમદાવાદ ખાતે રહેતો હોવાની હકીકત મળેલ હોય  ડાઇવ ઇન સિનેમા પાસે તેના ફલેટમાંથી મળી આવતા આરોપી વિનોદકુમાર  ઓનકારમલ હીરાલાલજી કલાની અમદાવાદ મુળ પヘમિ બગાળ વાળાને ગુન્‍હાના કામે વધુ પુછપરછ અર્થે પકડી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્‍ટે. સોંપી આપવામાં આવેલ છે.(૨.૧૪)

(11:51 AM IST)