તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 26th September 2025
ભાવનગરમાં ૮ાા લાખનો દારૂ ઝડપાયોઃ આરોપી ફરાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬ :.. એલસીબી પોલીસે સિંધુનગર સ્મશાન પાસે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ,૩૨૭૪ કિંમત રૂ.૮,૪૮,૪૮૦નો મુદ્દામાલ ઝડપી લીધો છે.
ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળેલ કે, સુરેશ ભગવાનભાઈ સાટીયા રહે.સિંધુનગર સ્મશાન સામે,ભાવનગરવાળા સિંધુનગર સ્મશાન જવાના રોડ ઉપર, ઓટો વે ગેરેજની સામે આવેલ ઓરડીમાં ઇંગ્લીશ દારૂની બોટલો રાખી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમી આધારે રેઈડ કરતા ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂ ફોર સેલ ઈન મધ્યપ્રદેશ સ્ટેટ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલ નંગ,૩૨૭૪ કિંમત રૂ.૮,૪૮,૪૮૦નો મુદ્દામાલ મળી આવતા તે કબજે કરેલ છે. જ્યારે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે પોલીસે સુરત સાટિયા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
