News of Friday, 26th September 2025
સૌરાષ્ટ્ર રહેશે સલામત
બંગાળની ખાડીમાંથી ગમે તેવી શકિતશાળી સીસ્ટમ આવે :રાજયના આંશિક ભાગ સિવાય ગુજરાતમાંથી ચોમાસુ વીડ્રોવલ થઇ ચૂકયુ છે, ચોમાસાની વિદાય બાદ ભારેથી અતિભારે વરસાદ ત્યાં કયાંથી વરસી શકે ?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬ :.. તાઇવાન-ફીલીપાઇન્સ-ચીન-ઇટાલી સહિત ઘણા દેશોમાં તોફાનનું રીતસર તાંડવ સર્જી ‘રાગાસા' નામનું વાવાઝોડું હવે વાવાઝોડું મટી-મર્ઝ થઇ, તેના અવશેષો બંગાળની ખાડીમાં ઉદ્્ભવેલી બે સિસ્ટમો પૈકી એકમાં ભળી આ સિસ્ટમ મજબૂત બનાવશે.
આ સિસ્ટમ ડીપ્રેશન બની દેશના મધ્યભાગોમાં આવતા રાજયોમાં ભારેથી અતિભારે, અતિવૃષ્ટિ સમો વરસાદ વરસાવશે. પરંતુ આ સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી આવતી અન્ય સિસ્ટમો ગુજરાતમાં ત્રાટકશે અને અહીં ભારેથી અતિભારે વરસાદ વરસાવશે એવા વેધર મોડેલ મેપ્સના આધારે આગાહી કરતા વેધર વિવેચકો આ વાસ્તવિકતાને ગૌણ કક્ષાએ કેમ ગણે છે એ સમજાતુ નથી કે, આઇએમડી દ્વારા મોન્સૂન વીડ્રોવલની રેખા પુરા ગુજરાતને અમુક દક્ષિણના આંશિક ભાગને બાદ કરતા આવરી લીધી છે. શું ચોમાસુ વિદાય થયા બાદ ત્યાં ભારેથી અતિભારે વરસાદ સંભવ બની શકે છે ? મોન્સૂન વીડ્રોવલ બાદ ત્યાં હળવો-સામાન્ય વરસાદ વરસે તેનો નકાર ન થઇ શકે. પણ ભારેથી અતિભારે વરસાદ કયાંથી વરસી શકે. સુકા-પヘમિી પવનોનો દાયરો જયાં વધ્યો હોય ત્યારે જ તો ત્યાંથી ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત આઇએમડી દ્વારા થતી હોય છે.
સ્કાયમેટના વી. પી. મહેશ પલાવત પણ આગામી દિવસોમાં ગુજરાતના દક્ષિણ રીઝન અને કાંઠાળ વિસ્તારો પુરતો વરસાદ પડી શકવાની સંભાવના દર્શાવે છે.
ફલશ્રૃતિ એ છે કે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાંથી ગમે તેવી સીસ્ટમ આવે, સૌરાષ્ટ્ર ભારે વરસાદથી સલામત રહેશે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
