News of Friday, 26th September 2025
જસદણના કાનપર ગામે તસ્કરોનું કોમ્બીંગ ત્રણ મકાનમાંથી ૩.૩૦ લાખના દાગીનાની ચોરી
એકી સાથે ચાર મકાનના તાળા તોડી તસ્કરો ઘર સાફ કરી લોકોમાં ફફડાટ

રાજકોટ તા. ર૬ :.. જસદણના કાનપર ગામે તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ એકી સાથે ૪ મકાનને નિશાન બનાવી ૩ મકાનમાંથી ૩.૩૦ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતાં.મળતી વિગતો મુજબ જસદણના માણંદભાઇ વાઘના બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી ઘરમાંથી સોનાનો હાર એક તોલા રૂાી પ૯,૦૦૦, સવા ત્રણ તોલાનો હાર કિ. રૂા. ર,૦૮,૭૧૦ નો અનેક એક સોનાની વીંટી ૩.૬ર ગ્રામ જેની કિં. રૂા. ર૦,૦૦૦ એક સોનાનો દોરો ૮.રપ ગ્રામ કિ. ૬૪,૯પ૪ બોકસમાં રાખેલ હતા.
અને કબાટની તીજોરીમાં ચાંદીના છડા આશરે રપ૦ ગરામ કિ. ૩,૦૦૦ અને એક સોનાની નથડી કિ. ૧પ૦૦ તથા એક ચાંદીની લકકી જેની કિં. રૂા. ૬૦૦૦ તથા એક નાકનો દાણો આશરે ૧૦૦૦ તથા જે ખોટી ધાતુનો કમરનો જુડો કિ. રૂા. ૩૦૦ તથા એક સોનાનું ઓમ આશરે પ૦૦૦ એમ કુલ જુના ભાવની કિં. રૂપિયા ૩,૧૦,૪૬૪ ના દાગીના બાજુમાં આવેલ સાહેદ વિપુલભાઇ શેરસીયાના ઘરેથી દસ ગ્રામ એવા આઠ ચાંદીના સિકકા કિ. રૂા. પ૦૦૦ તથા સાડી કિ. ૧ર૦૦૦ એમ કુલ કિ. રૂા. ૧૮,ર૦૦ તથા સાહદે વિપુલપરી ગોસાઇના ઘરેથી ચાર ગાદલા કિ. રૂા. ૧૬૦૦ તથા શંભુભાઇ કુકડીયાના ઘરે તાળુ તોડેલ છે પરંતુ કોઇ ચોરી કરેલ નથી. તસ્કરો ત્રણ મકાનમાંથી લાખના દાગીના ચોરી કરી ગયા હતાં.
આ અંગે ભીખાભાઇએ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ કરતા આટકોટ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
