News of Friday, 26th September 2025
જન્મ સાથે જ બાળાનું મોત
જેતપુરના મોટા ગુંદાળાની મહિલાએ જુનાગઢ હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યોઃ રાજકોટ ખસેડાઇ પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૬:જેતપુરના મોટા ગુંદાળામાં ધવલભાઇની વાડીમાં પતિ, પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી મુળ એમપીની પરિણીતા લાલીબેન મનુભાઇ ભાભોરએ ગત રાતે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પુરા મહિને ડિલીવરી બાદ દિકરીને જન્મ આપ્યો હતો. પરંતુ આ નવજાત દિકરીને જન્મ સાથે જ તબિયત બગડતાં વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેણીનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ મારફત જેતપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
લાલીબેન અને મનુભાઇને અગાઉ એક દિકરી હતી. બીજી દિકરીને જન્મ સાથે જ ગુમાવી દીધી હતી.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
