તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 26th September 2025
પોરબંદરમાં મનસુખભાઇ માંડવિયાના વોકલ ફોર લોકલ-માર્કેટનો પ્રારંભ
સાંજે સુભાષનગરમાં મનસુખભાઇ સેવા પખવાડિયા હેઠળ મેડીકલ કેમ્પમાં ઉપસ્થિત રહેશેઃ સુદામા ચોકથી સોનીબજારમાં વેપારીઓને રૂબરૂ મળશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૬: કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે વોકલ ફોર લોકલ માર્કેટનો આજે બપોરે પ્રારંભ કરાયો છે.
કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ સુભાષ નગરમાં સેવા પખવાડિયા હેઠળ મેડીકલ કેમ્પમાં સાંજે હાજરી આપશે.
મનસુખભાઇ સાંજે સુદામા ચોકથી સોનીબજાર અને ત્યાથી સુતારવાડામાં વેપારીઓને રૂબરૂ મળશે. લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો.મનસુખ માંડવિયા બપોરે ૦૩.૦૦ વાગ્યે તેઓ ચોપાટી વિલા સરકીટ હાઉસ ખાતે શહેરના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે ૦૫.૦૦ વાગ્યે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ‘‘વોકલ ફોર લોકલ'' માર્કેટનો શુભારંભ કરશે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ સાંજે ૦૫.૦૦ વાગ્યે સુભાષનગર ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે સેવા પખાવાડીયા અંતર્ગત આયોજિત મેડિકલ કેમ્પમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૦૬.૩૦ વાગ્યે સુદામા ચોકથી સોની બજાર અને ત્યાંથી સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત કરશે. મતે ૦૯.૦૦ વાગ્યે આયોજિત બખરલા ખાતે નવરાત્રિ મહોત્સવમાં મનસુખભાઇ હાજરી આપશે. ત્યારબાદ રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી પોરબંદર શહેરના વિવિધ નવરાત્રિ મહોત્સવ માં હાજરી આપશે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
