<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

જુનાગઢ યાર્ડના ૧ાા કરોડની ઠગાઇ કરતા વેપારી પિતા-પુત્ર ઝડપાયા

 

જુનાગઢ, તા.૨૬: અત્રે એ ડિવી પો.સ્‍ટે.માં ફરી તથા સાહેદો જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેત પેદાસોની જણસી,લે-વેચ કરી કમીશન એજન્‍ટ તરીકે વેપાર ધંધો કરતા હોય અને આ કામના આરોપીઓએ આ કામના ફરીયાદી તથા સાહેદોને ખરીદ કરેલ ધાણાના પૈસા આપી દેશે તેવો ભરસો અને વિશ્વાસ આપી, ફરીયાદીની પેઢીમાંથી અવાર નવાર ધાણાની ખરીદી કરી, ખરીદ કરેલ ધાણાના રૂપીયા ૧૯,૮૭,૨૦૨/- ફરીયાદીને નહિ આપી, તથા માર્કેટીંગ યાર્ડના અન્‍ય સાહેદો/કમીશન એજન્‍ટો પાસેથી આ કામના આરોપીઓએ અવાર નવાર ધાણાની ખરીદી કરી તમામના રૂપીયા ૧,૩૯,૯૯,૬૨૨/- આજદીન સુધી નહી આપી ફરી તથા સાહેદોના કુલ રૂપીયા ૧,૫૯,૮૬,૮૨૪/-નહી આપી વિશ્વાસઘાત, છેતરપીંડી કરેલ હોય જે બાબતની ફરીયાદ ગુન્‍હો રજી કરવામાં આવેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. આર.કે.પરમાર એ સુચના કરતા બન્ને આરોપી પીતા પુત્રની પુછપરછ કરી જશ્‍મીન મનસુખભાઇ બોરડ ઉ.વ.-૩૭, મનસુખભાઇ દેવશીભાઇ બોરડ ઉ.વ.-૭૦ રહે- જોષીપરાને ઝડપી લીધા છે. એ.ડીવી. પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. ભદ્રેશભાઇ રવૈયા પો.હેડ.કોન્‍સ એમ.યુ.અબડા તથા એસ.એ.કારેથા નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે

(12:18 PM IST)