<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

મોરબીમાં ખોવાયેલ ૨૩ મોબાઇલ ફોન અને બે ચેઇન મુળ માલીકોને પોલીસે પરત કર્યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૬: મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ લાખો રૂપિયાના ખોવાયેલા અને ચોરી થયેલા મુદ્દામાલને શોધી તેના મૂળ માલિકોને પરત આપ્‍યા છે.

પોલીસે CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને સર્વેલન્‍સ સ્‍ટાફની જહેમતથી કુલ રૂ.૪,૫૪,૯૦૮ કિંમતના ૨૩ ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત, પોલીસે ચીલઝડપમાં ચોરી થયેલો રૂ.૧,૦૫,૦૦૦ ની કિંમતનો સોનાનો ચેઈન અને એક અરજદારનો ખોવાયેલો રૂ. ૧,૦૦,૦૦૦ કિંમતનો ચેઈન પણ શોધીને પરત કર્યો હતો. વધુમાં, રૂ. ૪૦,૦૦૦ની કિંમતનું એક સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ પણ શોધીને તેના માલિકને સોંપવામાં આવ્‍યું હતું. આમ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે કુલ મળીને રૂ. ૬,૯૯,૯૦૮ કિંમતનો મુદ્દામાલ અરજદારોને પરત અપાવ્‍યો છે.(

(12:19 PM IST)