News of Friday, 26th September 2025
ધોરાજીમાં ર૪ વર્ષથી ૧૪પ૦ બાળકો દ્વારા રાસ-ગરબાની રમઝટ
બજરંગ ગ્રુપ (ખાડિયા) આયોજીત ભુલકા ગરબી-ર૦રપ નો ર૪ માં વર્ષમાં પ્રવેશ : ડિસ્કો ડાંડીયાના ક્રેઝમાં માત્ર માતાજીની આરાધના કરતી હોય અને નાના ભૂલકાઓ ગરબી રમતા હોય તો આવી ગરબી ધન્યાવાદને પાત્ર : નાના ભુલકાની સુરક્ષા માટે ગરબીમાં સીસીટીવી કેમેરા તેમજ સ્ટાન્ડર્ડ કંપનીની ભેટ આપવામાં આવે છે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ર૬ : ધોરાજી બજરંગ ગ્રુપ (ખાડિયા) આયોજીત ભુલકા ગરબી -૨૦૨૫ છેલ્લા ૨૪ વર્ષથી ૧૪૫૦ નાના ભૂલકા વિનામૂલ્યે રાસ ગરબા ની રમઝટ બોલાવે છે
બજરંગ ગ્રુપ ખાડીયા ભૂલકા ગરબી ૨૦૨૫ માં નાના ભૂલકાઓને આશીર્વાદ દેવા માટે ધોરાજીના મામલતદાર આર કે પંચાલ ભાયાવદર ના પી.એસ.આઇ ધર્મેન્દ્ર રાખોલીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ બ્રહ્મ સમાજના યુવા અગ્રણી નયનભાઈ કુહાડીયા વગેરે મહાનુભાવોને બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સીસી અંટાળા એ સ્વાગત સાથે અભિવાદન કરેલું હતું.
આ સમયે ધોરાજી મામલતદાર આર કે પંચાલએ બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા ૧૪૫૦ જેટલા નાના ભૂલકાઓ એક પંચ ઉપર માતાજીની આરાધના કરતા હતા ત્યારે તમામ ભૂલકાઓને આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી અને આયોજકોને પણ અભિનંદન પાઠવ્યા હતા
આ તકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર રાખોલીયા એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવેલ કે હાલમાં ડિસ્કો ડાંડીયાના ક્રેઝમાં ધોરાજીની એકમાત્ર ૨૪ વર્ષથી માત્ર માતાજીની આરાધના કરતી હોય અને નાના ભૂલકાઓ ગરબી રમતા હોય તો આવી ગરબીને અમે ધન્યવાદ આપી છે કારણ કે નાના નાના બાળકોને પાયાથી ધર્મનું જ્ઞાન મળે છે એ માટે હું આયોજક મંડળના બજરંગ ગ્રુપના પ્રમુખ અને તેમની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું
ખરાવડ પ્લોટ ખાડિયા વિસ્તારમાં છેલ્લા ૨૪ વર્ષથી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબી ચલાવી રહ્યા છે જેમના સંચાલક બજરંગ ગ્રુપ ખાડિયા ના પ્રમુખ અને હાલમાં ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન સી. સી.અંટાળા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી નાના ભૂલકા ઓની સેવા ચાલુ છે
સી.સી.અંટાળા એ માહિતી આપતા જણાવેલ કે ગત ૨૩ વર્ષની ભવ્ય સફળતા બાદ ધોરાજીની ધર્મપ્રેમી તથા ઉત્સવપ્રેમી જનતા સમક્ષ તેના નાના નાના બાળકોની લાગણીઓ તથા અંતરની ઊર્મિઓને વાચા આપવાની બજરંગ ગ્રુપનો નમ્ર પ્રયાસ.છે
૨૪ વર્ષ માં મંગલ પ્રવેશ નીમીતે ભુલકા ગરબીમાં નાના બાળકોને રમવા માટે તથા ધોરાજીની જનતાને નિહાળવા માટે બજરંગ ગ્રુપ જાહેર આમંત્રણ પાઠવે છે.
સૌરાષ્ટ્રની એકમાત્ર ભૂલકાં ગરબી ૨૩ પરિસ્થિતિ કાર્યરત છે ૨૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે
નાના ભૂલકાની સુરક્ષા માટે ગરબી માં સીસીટીવી કેમેરા તેમજ સ્ટાન્ડર્ડ કંપનીની ભેટ આપવામાં આવે છે
નવરાત્રિના દસ દિવસ સુધી ગરબી ને નાના ભૂલકાઓ સાથે રમઝટ બોલાવવા માટે બજરંગ ગ્રુપ ખાડીયા ના સેવાભાવી પ્રમુખ સી. સી.અંટાળા હરિલાલ અંટાળા પપ્પુભાઈ સુરેશભાઈ વૈષ્ણવ જનકભાઈ તથા કિશોરભાઈ કપૂપરા વિગેરે સો જેટલા યુવાન ભાઈ બહેનો સેવા આપી રહ્યા છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
