News of Friday, 26th September 2025
જામનગરના કડિયાવાડમાં આગના સ્વસ્તિક વચ્ચે ગરબાની રમઝટ, બોલાવતા યુવકો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૬ :.. જામનગરના કડિયાવાડમાં આગના સ્વસ્તિક વચ્ચે યુવકો પોણી કલાક સુધી ગરબાની રમઝટ બોલાવે છે જે નિહાળવા દેશ વિદેશથી લોકો આવી પહોંચે છે.
નવરાત્રીના તહેવારો નિમિત્તે ઠેર ઠેર ગરબીઓ યોજાય છે ત્યારે જામનગરમાં પ્રાચીન મૂલ્યોને સાચવી રાખવી અને લોકોને ધાર્મિકતા તરફ વાળતી ગરબી ચાલી રહી છે. જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલ શ્રી રાંદલ અંબિકા કુમારીકા ગરબી મંડળ છેલ્લા ૫૦ વર્ષથી ચાલી રહ્યું છે.
જ્યાં આ ગરબીમાં સળગતા સ્વસ્તિક વચ્ચે યુવકો ગરબાની રમઝટ બોલાવે છે. જેને નિહાળવો પણ એક લાવવો છે. આ સ્વસ્તિક રાસ શરૂ થતા જ લોકો અકડેઠ્ઠ મેદનીમાં ઉમટી નિહાળી અને મંત્ર મુગ્ધ બની જાય છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
