<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત કાર્યક્રમ : શ્રમદાન દિવસની ઉજવણી

ખંભાળિયા ડેપો બસ સ્ટેન્ડ અને પ્રીમાઈસીસ તેમજ વર્કશોપમા સફાઈ કરીને ડી.ડી.ટી નો છંટકાવ કરયો , મુસાફર જનતા ને સ્વચ્છતા જાળવવા સમજણ અપાઈ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિભાગીય હિસાબ અધિકારી ભરતભાઈ ભીમાણી તેમજ સુપરવાઇઝર સંજયભાઈ ડોડીયા તેમજ દેવદાનભાઈ ગઢવી તથા કર્મચારી સાથે મળી સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત કાર્યક્રમ નું આયોજન કરી તા.25/9/2025 શ્રમદાન દિવસ ની ઉજવણી કરેલ છે                     તેમજ ખંભાળિયા ડેપો બસ સ્ટેન્ડ અને પ્રીમાઈસીસ તેમજ વર્કશોપમા સફાઈ કરીને ડી.ડી.ટી નો છંટકાવ કરેલ છે તેમજ મુસાફર જનતા ને સ્વચ્છતા જાળવવા સમજણ આપેલ છે.

(4:13 PM IST)