<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

ભાવનગરના પાલીતાણાની સદવિચાર હોસ્પિટલમાં બાળકના મોત પછી પરિવારજનોએ ભારે બબાલ કરી

એકમાત્ર પુત્ર ગુમાવ્યા બાદ માતા-પિતા શોકમાં ભાંગી પડ્યા:પરિવારજનો અને સ્થાનિક લોકો હોસ્પિટલ સ્ટાફ સામે કડક પગલાં લેવાની માંગ સાથે આંદોલનના મૂડમાં

ભાવનગર જિલ્લાના પાલીતાણાની સદવિચાર હોસ્પિટલમાં 11 વર્ષના બાળકના મોત પછી પરિવારજનોએ ભારે બબાલ કરી. પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે બાળકનું મોત થયું છે. 

   માહિતી અનુસાર, બાળકને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયાના લગભગ 24 કલાક પછી બાળકની તબિયત વધુ લથડી હતી, પરંતુ ત્યાં હાજર નર્સે સમયસર ડૉક્ટરને બોલાવ્યું નહતું, એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પોતાનો એકમાત્ર પુત્ર ગુમાવ્યા બાદ માતા-પિતા શોકમાં ભાંગી પડ્યા છે. પરિવારજનો અને સ્થાનિક લોકો હોસ્પિટલ સ્ટાફ સામે કડક પગલાં લેવાની માંગ સાથે આંદોલનના મૂડમાં છે. હાલ પરિસરમાં ગમગીનીનો માહોલ છે.

(7:33 PM IST)