<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

આર્થિક સામાન્ય પરિવારના‌ પિતાના પુત્રની જવલંત સફળતા : જીનિયસ પબ્લિક સ્કૂલ અને જ્ઞાનમંજરી કેરિયર ઈન્સ્ટિટ્યુટની પ્રથમ બેચના જ વિદ્યાર્થીને મળ્યું AIIMSમાં એડમિશન

એઇમ્સમાં પસંદગી તથા શાળા સંચાલકો દ્વારા સન્માન : અનેરી સિદ્ધિ

જૂનાગઢ : શહેરની જીનિયસ પબ્લિક સ્કૂલ તથા જ્ઞાનમંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિધાર્થી રોહિત કાંતિલાલ કટારીયાને ધોરણ 12 સાયન્સ પછી દેશની સૌથી પ્રખ્યાત મેડિકલ સંસ્થા એઇમ્સમાં(AIIMS)માં એડમિશન મળતા શાળા સંચાલકો દ્વારા સન્માન કરાયુ હતુ. જુનાગઢનું ગૌરવ/જૂનાગઢના વિધાર્થીની એઇમ્સમાં પસંદગી/જૂનાગઢના સામાન્ય ઘરનું બાળક આજે એઇમ્સમાં MBBS અભ્યાસ કરશે. જુનાગઢની જીનિયસ પબ્લિક સ્કૂલ તથા જ્ઞાનમંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિધાર્થી રોહિત કાંતિલાલ કટારીયાને ધોરણ 12 સાયન્સ પછી ભારતની સૌથી પ્રખ્યાત મેડિકલ સંસ્થા એઇમ્સમાં(AIIMS) એડમિશન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

   રોહિત એક ખૂબ સામાન્ય પરિવારથી આવે છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી હોવા છતાં તેમણે સખત પરિશ્રમને અંતે આ મુકામ હાસિલ કરેલ છે. આ તકે જીનિયસ પબ્લિક સ્કૂલ તથા જ્ઞાનમંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારી પ્રથમ બેચના B ગ્રુપના માત્ર 18 વિદ્યાર્થીઓમાંથી જ એક વિધાર્થી એઇમ્સમાં એડમિશન મેળવે અને A ગ્રુપના માત્ર 10 વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી આઈ.આઈ.ટી./એન.આઈ.ટી. જેવી દેશવ્યાપી પ્રખ્યાત સંસ્થાઓમાં એડમિશન મેળવતા હોય તેવું જુનાગઢમાં સૌપ્રથમ વખત બન્યું છે જેનો શ્રેય અમારી એજ્યુકેશન સિસ્ટમ અને શિક્ષકોની મહેનતને જાય છે. આ કાર્યક્રમ અન્વયે હાજર રોહિત અને તેના પિતા ખૂબ ભાવુક બન્યા હતા અને તેમણે પણ જ્ઞાનમંજરી અને જીનિયસ સ્કૂલની કામગીરીને ખૂબ બિરદાવી હતી.

(7:43 PM IST)