News of Friday, 26th September 2025
મોરબીની ૧૫૦ વર્ષથી અવિરત યોજાતી મશાલ વાડીમાં ગુજરાતનો સૌથી મોટો 11 ફૂટનો ગરબો બન્યો આકર્ષણનું કેન્દ્
પોરાણિક ગરબા ગવાય છે.ઈશ્વર વિવાહ, શિવવિવાહ, જડેશ્વરનો ગરબો સહિતના પૌરાણિક ગરબા ગવાઈ છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવરાત્રી પર્વમાં આજના સમયમાં અર્વાચીન રાસોત્સવની ફેશન વચ્ચે પણ મોરબી શહેર અને જિલ્લામાં હજુ પણ ગુજરાતની પ્રાચીન અસ્મિતાને જાળવી રાખવામાં આવી છે. મોરબીના મશાલની વાડી વિસ્તારમાં દલાવાડી સમાજ દ્વારા વડીલો દ્વારા ચાતરવામાં આવેલ ચીલે ચાલી આજની યુવા પેઢી આજે પણ 150 વર્ષ જૂની પરંપરા મુજબ પૌરાણિક ગરબા ગાઈ નવરાત્રીમાં માતાજીની આરાધના કરી રહ્યા છે જેમાં આ વર્ષે અહીં બહુચર ગરબી મંડળ દ્વારા 11 ફૂટ ઉંચો ગરબો બનાવી માં નવદુર્ગાની આરાધના કરવામાં આવી રહી છે.
મોરબી શહેર-જિલ્લામાં 571થી વધુ સ્થળોએ પ્રાચીન અર્વાચીન રાસગરબાના આયોજન થાય છે, જો કે, મોરબીના મશાલની વાડી વિસ્તારમાં વસવાટ કરતા દલવાડી સમાજના 65 જેટલા પરિવારો દ્વારા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. બહુચર ગરબી મંડળ દ્વારા દર વર્ષે કઈ અલગ અંદાજમાં નવરાત્રી પર્વની માં શક્તિની ભક્તિ કરવામાં આવે છે જેમાં આ વર્ષે અહીં 11 ફૂટ ઉંચો ગરબો બનાવી ગરબીની મધ્યમાં રાખવામાં આવ્યો છે. ગરબી આયોજક અમરશીભાઈના જણાવ્યા મુજબ 11 ફૂટ ઉંચો ગરબો ગુજરાતમાં પ્રથમ વખત બનાવવામાં આવ્યો છે. પરંપરા મુજબ ગરબામાં 27 છિદ્રો પણ રાખવામાં આવ્યા છે. મોરબી શહેરમાં વિશાળ ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.બહુચર ગરબી મંડળ મશાલની વાડી દ્વારા દર વર્ષે નવરાત્રીમાં નવે નવ દિવસ ગરબા આયોજન બાદ દશેરાના દિવસે રાવણ દહન પણ કરવામાં આવે છે
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
