<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

કેશોદ નજીક રિક્ષા બાઈક સાથે અથડાઈને પલ્‍ટી મારી જતા દોઢ વર્ષનાં બાળકનું મત્‍યુ

અકસ્‍માતથી ૧૦ને ઇજા થતાં વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૭: કેશોદ નજીક રિક્ષા બાઈક સાથે અથડાઈને પલ્‍ટી મારી જતા દોઢ વર્ષનાં બાળકનું મળત્‍યુ નિપજ્‍યું હતું અને અકસ્‍માતથી ૧૦ને ઇજા થતાં વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હતા.

મૂળ દાહોદ જિલ્લાના હાલ માળીયાહાટીના ખાતે રેલવે સ્‍ટેશન પાસે તંબુમાં રહેતા મોજીભાઈ મગનભાઈ કલમી  સહિતના મજૂરો શુક્રવારે સવારે માળિયા ખાતેથી અલગ અલગ જગ્‍યાએ મજૂરી કામે જવા માટે માળિયાના રણજીતભાઈ સમજુભાઈ બાંભણિયાની જીજે ૧૧ યુયુ ૨૫૮ નંબરની ખુલ્લી છકડો રિક્ષામાં બેસીને જતા હતા.

રીક્ષા ચાલક રણજીતભાઈ અને મજૂરો ગળોદર પાસે ઉતરી ગયા હતા અને રીક્ષા મોજીભાઈનો ભાઈ કાનજી ચલાવતો હતો.

દરમિયાન કેશોદ તાલુકાના કોયલાણા ગામની સીમમાં સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર પહોંચતા કાનજીએ રીક્ષાને પુર ઝડપે ચલાવતા આગળ જતી બાઈક અને પાછળથી ઠોકર મારી રિક્ષાનું આગળનું વ્‍હીલ બાઈક પર ચડાવી દેતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્‍માતમાં મોજીભાઈ દોઢ વર્ષના પુત્ર વિરાજનું ગંભીર ઇજા થવાથી મળત્‍યુ થયું હતું.

જ્‍યારે મોજીભાઈ, તેના પત્‍ની, રિક્ષા ચાલક કાનજી, તેની પત્‍ની બગીચાબેન, દીકરી જયના, સાન્‍વીબેન મુકેશભાઈ, મનિષાબેન સુરેશભાઈ પરમાર, સુરેશભાઈ રણમલભાઈ પરમાર, જયેશભાઈ શંભુભાઈ પરમાર, હેલબેન કાળુભાઈ બાંભણિયાને નાની મોટી ઇજા થતાં વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્‍યા હતા. આ અકસ્‍માત અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(12:20 PM IST)