News of Saturday, 27th September 2025
પરંપરાગત ગરબીથી ગાજતું કચ્છનું રાપર: ગ્રામીણ અને શહેર વિસ્તારમાં નવરાત્રીની આરાધનાનો માહોલ
રાસ ગરબાની રમઝટ વચ્ચે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા ગ્રામીણ વિસ્તારો ફતેહગઢ, ગાગોદર, આડેસર, સલારી, બાલાસર, રવેચી માતાજી, મોમાયમોરા, વૃજવાણી, રામવાવ, સુવઇ સહિતના તમામ નાના-મોટા ગામોમાં નવરાત્રી મહોત્સવની પરંપરાગત ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : હાલ ચાલી રહેલ પવિત્ર અને પાવન પર્વ આધ્યશકિત ના નવલાં નોરતાની રાતો વાગડ વિસ્તારમાં જેમ જેમ દિવસ જતા જાય છે તેમ તેમ રંગ જમાવી રહી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા ગ્રામીણ વિસ્તારો ફતેહગઢ, ગાગોદર, આડેસર, સલારી, બાલાસર, રવેચી માતાજી, મોમાયમોરા, વૃજવાણી, રામવાવ, સુવઇ સહિત ના તમામ નાના મોટા ગામો માં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. તાલુકા મથક રાપર શહેર મા માતા દેરી ચોક ખાતે સોની સમાજ દ્વારા મોટા વાસ ખાતે પટેલ સમાજ દ્વારા માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા સોની સમાજવાડી ખાતે સોની સમાજ દ્વારા વિકાસવાડી શંકરવાડી રતનપરા ગેલીવાડી સહિત ના વિસ્તાર રાકાણી રાઠોડ પરિવાર આયોજીત નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પરંપરાગત રીતે રાસ ગરબા ની રમઝટ જામે છે. મહિલાઓ પરંપરાગત ગરબા પર રાસ રમે છે તો યુવાનો અને યુવતીઓ પણ ગરબામાં મશગુલ બની રાસ ગરબા ની રમઝટ બોલાવે છે. તો અનેક નવરાત્રી માં પરંપરાગત ગામઠી પહેરવેશ મા યુવતીઓ રાસની રમઝટ બોલાવે છે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઇ જે.બી.બુબડીયા પીએસઆઇ પી.એલ.ફણેજા પીએસઆઇ ડી.આર.ગઢવી પીએસઆઇ એચ.વી.કાતરીયા પીએસઆઈ એમ.વી ચાવડા તથા શી ટીમ દ્વારા સતત એલર્ટ રહી નજર રાખી રહ્યા છે. તો દરેક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સાથે હોમગાર્ડ સુરક્ષા માટે મુકવા મા આવ્યા છે. આમ વાગડ વિસ્તાર પરંપરાગત રાસ ગરબાથી ગાજી રહ્યો છે. અહીં નવરાત્રી મહોત્સવ રંગ જમાવી રહ્યો છે. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
