News of Saturday, 27th September 2025
ઠેબચડામાં ઘર પાસે વાવેલા રોપા ઉખેડી નાખવા મામલે મારામારી
ઉષાબેનને પડોશી સંજય, લાલાએ પાઇપથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૭: રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ઠેબચડા ગામમાં રહેતી ઉષાબેન મનસુખભાઇ જખાણીયા (ઉ.વ.૨૮) નામની પરિણીતાને સાંજે ઘર પાસે હતી ત્યારે પડોશમાં રહેતાં બે ભાઇઓ સંજય અને લાલા દેવીપૂજકે લોખંડના પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
ઉષાબેનના સગાના કહેવા મુજબ તેણીના પતિ યાર્ડ પર મજુરીએ ગયા હોઇ તે ઘરે એકલી હતી. ઘર પાસે તેમણે ઝાડ-છોડ વાવ્યા હોઇ તેમાંથી કોઇ છોડવા તોડી ગયું હોઇ આ બાબતે પડોશમાં રહેતાં સંજય અને લાલાને પુછીને તમારા છોકરા આ છોડવા તોડી ગયા નથી ને? તેમ કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ હુમલો કર્યો હતો.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
